Welcome to egujaratitimes.com!

દુનિયાનો ત્રીજો સૌથી મોટો અને દેશનો સર્વ પ્રથમ ડાયનાસૌર અને ફોસીલ પાર્ક બાલાસિનોર ખાતે ખુલ્લો મુકાશે
16:49 28/05/2019
આશરે બાવન હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલો ડાયનાસૌર અને ફોસીલ પાર્ક આગામી દિવસોમાં બાલાસિનોર ખાતે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.
ગુજરાતનો આ ડાયનાસૌર અને ફોસીલ પાર્ક દુનિયાનો ત્રીજો સૌથી મોટો વિશિષ્ઠ પાર્ક બની રહેશે.
મધ્ય ગુજરાતનું આ નવાબી નગર બાલાસિનોર, કે જ્યાં આજથી ૩૬ વર્ષ પહેલાં જેના અવશેષો મળ્યા હતા એ વિશાળકાય ડાયનાસૌરના લગભગ ૬૫ મીલિયન વર્ષના ઈતિહાસને આજે રજૂ કરતું ભારતનું સૌ પ્રથમ અદ્યતન 'ખોદકામથી પ્રદર્શન' સુધીની ગાથા કહેતું માહિતીસભર મ્યુઝિયમ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા આકાર પામી રહ્યું છે, જે ટુક સમયમાં ખુલ્લુ મૂકવામાં આવશે. આ મ્યુઝિયમ વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું હશે, જેમાં ડાયનાસૌરના રહેઠાણ, એની ટેવો, ખોરાક અને એના જીવનને લગતી અન્ય માહિતી વિવિધ સ્વરૂપે મૂકવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની આઝાદી પૂર્વે બાલાસિનોર 'બાલાસિનોર રાજ્ય' નામે ઓળખાતું બાબી વંશનું નવાબી રાજ્ય હતું. અહી, મરાઠા અને અંગ્રેજોનું શાસન રહી ચૂક્યું છે.અમદાવાદથી લગભગ ૯૦ કીલોમીટર દૂર આવેલા બાલાસિનોરથી થોડાક જ અંતરે આવેલા રૈયોલી ગામે પ્રથમવાર ૧૯૮૩માં અને ત્યારબાદ, અનેકવાર પુરાતત્વ ખાતા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી ડાયનાસૌરના અનેક અવશેષો મળ્યા હતા. બાલાસિનોરથી ૧૧ કીલોમીટરના અંતરે આવેલ રૈયોલી ગામ પેલિયોન્ટોલોજિસ્ટનું વર્ષોથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પેલિયોન્ટોલોજિસ્ટ માને છે કે ડાયનાસોરની લગભગ સાત જાતિઓ અહીં રહેતી હતી. અહીથી સંશોધકો દ્વારા ડાયનાસૌર આશરે દસેક હજાર જેટલાં ઇંડાના અવશેષો શોધ્યા છે.
આ વિશ્વની બીજી સૌથી મોટુ અકુદરતી સ્થળ છે જ્યાંથી ડાયનોસૌરના સારી હાલતમાં કેટલાંક ઈડા મળ્યા હોય. જે આ ગામને ડાયનાસૌરની વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસીલ વસાહત પણ પૂરવાર કરે છે. અગાઉ ૨૦૦૩માં, અહીંથી નવી પ્રજાતિઓ પણ શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયરેનોસૌરસ રેક્સ કુળની હતી. એના ઈંડા એટલા વિશાળ કડાણા હતા કે તેનું રાજાસૌરસ નર્માન્ડેન્સિસ - નર્મદાના રાજા' એવું નામ રાખવામાં આવ્યું હતું, એના હાડકાં નર્મદાના કિનારાના સ્થળો પરથી પાપ્ત થયા હતા. 2003માં જે હાડકાં મળ્યાં હતાં એમાં, મગજના હાડકાં, કરોડરજ્જૂ, થાપાનાં હાડકાં, પગ અને પૂછડીના હાડકાનો સમાવેશ થાય છે.
બાલાસિનોર મઢી ગુજરાતનું એક રમણીય સૌંદર્ય ધરાવતું એતિહાસિક નગર છે અને એની આસપાસ અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે. જેમાં, સુદર્શન તળાવ, કેદાર મહાદેવ, ભીમભમરડા, હનુમાન ટેકરી, ડાયનાસૌરપાર્ક રૈયોલી ગામે (બાલાસિનોર થી ૧૧ કિ.મી), કેડીગઢ મહાકાલી મંદિર (બાલાસિનોર થી રર કિ.મી), જુનુ પ્રચીન લીલવણીયા મહાદેવ મદિર (જેઠોલી), અંબાજી મંદિર, મધ્યગુજરાતની સિંચાઈ અને પાણીની જરૂરિયાત પૂરી પાડતો વણાકબોરી ડેમ મહત્વનો છે.

---


=====
Click for more news:
Page-1, Page-2, Page-3, Page-4, Page-5,
Page-6, Page-7, Page-8, Page-9, Page-10,

 

ALPAVIRAM

ALPAVIRAM

FREE PRESS Gujarat

LOKMITRA

LOKMITRA

Contact us on