Welcome to egujaratitimes.com!

Ahmedabad’s India Protection Quotient of 44 higher than the national average but only 1 in 5 own term insurance
અમદાવાદની 63% ટકા વસ્તી પાસે લાઈફ ઈન્સ્યોરન્સ છે: વાંચો રસપ્રદ સર્વે
13:36 09/05/2019:
અમદાવાદની 63 ટકા વસ્તી પોતાનો લાઈફ ઈન્સ્યોરન્સ ધરાવે છે. ઈન્ડિયા પ્રોટેક્શન ક્વોશ્નટ સર્વે અનુસાર, અમદાવાદ સુરક્ષા કવચમાં 100માંથી 44માં સ્થાને છે, જે શહેરી ભારત માટેના રાષ્ટ્રીય સરેરાશ 35 કરતાં ઘણું વધારે છે. અમદાવાદ જીવન વીમા સુરક્ષા અને જ્ઞાન ઇન્ડેક્સ ધરાવતાં શહેરોમાં સૌથી ઉંચા ક્રમે છે
65% જીવન વીમા માલિકીની રાષ્ટ્રીય સરેરાશ સામે, સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ભારતમાં પશ્ચિમ પ્રદેશમાં ઓછું જીવન અને ટર્મ ઈન્સ્યોરન્સ છે. (એકંદરે 57%અને 16%) જ્યારે પુર્વની વાત કરીયે તો (72%અને 24% છે), ઉત્તર (59%અને 22%), દક્ષિણમાં (74%અને 24%) જ્યારે દેશના રાષ્ટ્રીય સ્તરે ( 65%અને 21%) છે.
અમદાવાદની 63% ટકા વસ્તી પાસે લાઈફ ઈન્સ્યોરન્સ છે, જે રાષ્ટ્રીય સરેરાશ 65% ટકા જેટલો છે. જ્યારે ટર્મ ઈન્સ્યોરન્સ શહેરમાંથી સર્વેના જવાબ આપનારાઓમાંથી માત્ર 22% છે, જીવનની ઘટનાઓથી થતી આર્થિક અસ્થિરતાને પહોંચી વળવા માટે આ શહેર ખૂબ જ ઓછુંતૈયાર છે, જે ટર્મ ઈન્સ્યોરન્સની જાગૃતતાને ધ્યાનમાં રાખીયે તો જે 62% છે જે શહેરી ભારતની 47 ટકાની જાગૃતતાની સરખામણીએ વધારે છે, જે ચિંતાનું કારણ બનાવે છે.
પશ્ચિમ પ્રદેશના મોટાભાગના લોકો માને છે કે ઘરના કમાનારની ગંભીર બિમારીના કિસ્સામાં બચત એક વર્ષથી વધુ ચાલશે, જ્યારે પશ્ચિમ વસતી ના 80% કરતા વધુ લોકો એવું માને છે કે ફંડ્સ પુરા થઈ જવાની સ્થિતિમાં નાણાકીય સહાય કુટુંબ અથવા સહકાર્યકરો તરફથી મળી રહેશે.
અમદાવાદની વસ્તીના 79% લોકો માને છે કે ગંભીર બીમારી હોવાનું નિદાન કરવામાં આવે તો તેમને નાણાકીય સહાય માટે કોઈ હશે. 20% થી ઓછા લોકો રોગોની સારવાર ખર્ચથી પરિચિત છે. 12% લોકો સમજી ગયા કે ગંભીર બીમારી કુટુંબ પર ભારે પડી શકે છે, જ્યારે 56% લોકોએ તેના વિશે વિચાર્યું નથી.
અમદાવાદના 25% લોકો માને છે કે જો ગંભીર બિમારી અથવા મૃત્યુ થવાનું હોય તો તેમની બચત એક વર્ષ કરતા ઓછી ચાલશે. લગભગ 19% શહેરની વસ્તીને લાગે છે કે ગંભીર બીમારી કે મૃત્યુના કિસ્સામાં તેમને ટેકો આપવા માટે કોઈ નહીં હોય.
શહેરી ભારતમાં, પુરુષોની સરખામણીમાં જીવન વીમા અને ટર્મ ઈન્સ્યોરન્સની માલિકી સ્ત્રીઓમાં ઓછી છે. જ્યારે શહેરી ભારતમાં 68% પુરુષોની સામે 59% સ્ત્રીઓ પોતાની જીવન વીમા પૉલિસી ધરાવે છે અને 22% પુરુષોની તુલનામાં ફક્ત 19% સ્ત્રીઓ ટર્મ ઈન્સ્યોરન્સ ધરાવે છે.
આ સર્વેમાં વેસ્ટ ઈન્ડિયાના પુરુષો અને મહિલાઓ વચ્ચેના નોંધપાત્ર જીવન વીમાના તફાવત પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. જ્યારે 50% સ્ત્રીઓ 60% પુરુષોની સરખામણીમાં જીવન વીમા ધરાવે છે, જ્યારે આ ક્ષેત્રમાં ટર્મ ઈન્સ્યોરન્સની માલીકી ની બાબતે પુરુષોનું 16% છે જેની સરખામણીએ સ્ત્રીઓનું 14% જેટલું નીચું છે.
તદુપરાંત, પશ્ચિમ ભારતમાં 39% મહિલાઓ અને પુરુષો સમાન રીતે તેમની કમાણીને મૂળભૂત ખર્ચમાં ખર્ચ કરે છે.પ્રદેશમાં બન્ને માટેનું બચત લક્ષ્ય મોટેભાગે કેન્દ્રિત છે, જ્યાં 62% પુરુષો અને સ્ત્રીઓ વૃદ્ધાવસ્થા અને નિવૃત્તિ માટે બચાવે છે.
સર્વે અનુસાર, 25-30 વર્ષના શહેરી ભારતીયો મુસાફરી, વૈભવી, પાછળ ખર્ચે છે અને લગભગ 43% જેટલા લોકો તેમના કુટુંબોના રક્ષણની વિચારસરણી પણ કરતા નથી. ફક્ત 44% યુવાનો ટર્મ ઈન્સ્યોરન્સ વિશે જાણતા હતાં અને ફક્ત 17% ટર્મ ઈન્સ્યોરન્સ ધરાવે છે. એવું જાણવા મળ્યું હતું કે 22% શહેરી ભારતીય યુવાઓ તેમની પાસેના અન્ય રોકાણોને લીધે જીવન વીમા પૉલિસી ખરીદવાનું વિચારતા પણ નથી.
પશ્ચિમ ભારતમાં, યુવાનો બાકીના શહેરી ભારતની તુલનામાં રક્ષણને વધુ પ્રાથમિકતા આપે છે. આ વિસ્તારના લોકો નિવૃતતા/ વૃદ્ધાવસ્થા સુરક્ષા (59%) માટે વેકેશન (12%) અથવા કાર ખરીદવા (13%) કરતાં વધુ બચત કરે છે.
તદ્ઉપરાંત, માત્ર 41% લોકો ટર્મ ઈન્સ્યોરન્સ પ્રત્યે જાગૃત છે અને માત્ર 15 ટકા પાસે ટર્મ ઈન્સ્યોરન્સ છે. એવું જાણવા મળ્યું હતું કે 19% શહેરી ભારતીય યુવાઓ તેમની પાસેના અન્ય રોકાણોને લીધે ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદવાનું વિચારતા પણ નથી.
સર્વે જણાવે છે કે 50% થી વધુ શહેરી ભારતીયો સૌથી વધુ ઘરના કમાનાર વ્યક્તિના અચાનક મૃત્યુ ના લીધે થનારી નાણાકીય ભીડ અને તેમની હાલની જીવનશૈલી પર અસરથી ભયભીત છે.
સરખામણીએ જાણવા મળ્યું છે કે, પશ્ચિમ ભારતના 51% મુખ્ય ચિંતા પરિવારની હાલની કમાણીની સામે જીવનશૈલીના હાલના ખર્ચા અને 49% ને તેમના બાળકો માટે નાણાકીય ચિંતા છે.
=====
Click for more news:
Page-1, Page-2, Page-3, Page-4, Page-5,
Page-6, Page-7, Page-8, Page-9, Page-10,

 

Gujarat's First Hindi Daily ALPAVIRAM's
Epaper (PDF)

             
   

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Gujarat's First Hindi Daily ALPAVIRAM's
Epaper (JPG)

             
   

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Gujarat's Popular English Daily
FREE PRESS Gujarat's
Epaper (PDF)

             
   

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Gujarat's widely circulated Gujarati Daily LOKMITRA's
Epaper (PDF)

             
   

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

         

Gujarat's widely circulated Gujarati Daily LOKMITRA's
Epaper (JPG)

             
   

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

         

Contact us on